શબ્દ પણ
તું નથી, તો લાગતો આ સાવ ઠાલો શબ્દ પણ,
‘મા’ સમો મીઠો હતો જે એક વ્હાલો શબ્દ પણ.
કોશમાં શોધ્યા કરું હું અર્થ તારા નામનો,
તું જ એનો અર્થ, ને તું એ નિરાલો શબ્દ પણ.
પારણામાં બાળ બોલ્યું પ્હેલવેલું ‘મા’, અને
વેદ-મંત્રોથી ય મોટો એ જ કાલો શબ્દ પણ.
તીર થઈને જીભથી છૂટ્યો, હૃદય વીંધી ગયો,
રોષમાં ફેંક્યો હતો એ, એક ભાલો શબ્દ પણ.
આ પરાગે ગાળ ના આપી કદી, તોયે વળી
ટ્રાફિકે આપ્યો મને બસ એક ‘સાલો’ શબ્દ પણ!
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #મા #વિરહ #વાણી #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #Mother #Absence #SpokenWord #ParagRatanpara