← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારી ગઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૃષ્ણના હોઠે અડી તો વાંસળી મારી ગઝલ,
બાળકે પકડી કદી તો આંગળી મારી ગઝલ.

ભૂખ વેઠી, શીત વેઠ્યું, ઝૂંપડે જીવી સદા,
એટલે તો દૂબળી, ને પાંસળી મારી ગઝલ.

પાનખરમાં પાંદડાં સૌ લઈ ગયો વંટોળિયો,
એકલી ઊભી રહી એ ડાંખળી મારી ગઝલ.

શબ્દ કેદી થઈ ગયો, ને કાગળો બાળ્યા હતા,
તોય અંધારે ઝબૂકી ઝળહળી મારી ગઝલ.

આ પરાગે તો ધરી દીધી હવાને મ્હેક બસ,
ને પછી આખી સભામાં ખળભળી મારી ગઝલ.

– પરાગ રતનપરા

#ગઝલ #કવિતા #શબ્દ #સર્જન #કવિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetryOnPoetry #PowerOfWords #CreativeSpirit #PoetsVoice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાંઈ તારી સાથઆગલો લેખ →વગડાનો સાદ