← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વગડાનો સાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વગડો મને સાદ કરે રે, સાદ કરે,
પથ્થરના આ નગરમાં મારો જીવ લીલો ઝૂરે.

કેસૂડાની ડાળ ઉપર કોયલનું ઘર,
મહુડાની મ્હેકમાં ડૂબે આખું ય પાદર;
શ્વાસ મહીં ધૂળ ઊડે, ને ખેતર વાત કરે…
વગડો મને સાદ કરે…

ડુંગર મારો ભેરુ, ઝરણું મારી બેન,
ખાખરાની છાંયે હું તો ઊંઘું ચેનોચેન;
અહીં એસી વચ્ચે પણ જીવ પરસેવે ઝરે…
વગડો મને સાદ કરે…

પરાગ કહે: આ શહેરે મેં મેળવ્યું નામ ઘણું,
પણ વગડાના ટહુકા વિના સૂનું આયખું ગણું;
એક દિ’ પાછો વળીશ, જ્યાં માટી બાથ ભરે…
વગડો મને સાદ કરે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમારી ગઝલઆગલો લેખ →તને