← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું આપજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ખજાનો, ના સિતારા, નમ્રતા તું આપજે,
ને ઘણું જાણ્યા પછી પણ મુગ્ધતા તું આપજે.

હો ભલે તોફાન, ડૂબે નાવ, તૂટે સઢ બધા,
તોય કાંઠો શોધવાની ધીરતા તું આપજે.

તીર્થમાં નાહ્યો ઘણું, ઘંટો ઘણા વાગ્યા છતાં,
મેલ મનનો ધોઈ નાખે, શુદ્ધતા તું આપજે.

ના મને તલવાર ખપતી, ના કવચ કે ઢાલ પણ,
સત્ય બોલું જે સભામાં, વીરતા તું આપજે.

આ પરાગે હાથ જોડી, એટલું માગ્યું હતું:
ફૂલ જેવી, મ્હેક જેવી સ્નિગ્ધતા તું આપજે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રાર્થના #નમ્રતા #શુદ્ધતા #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #Humility #InnerPurity #Courage #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતને બધી ખબર છેઆગલો લેખ →ધરતીની કિતાબ