← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધરતીની કિતાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધરતી
એક જૂની કિતાબ છે.

પહાડો એનાં
જાડાં પૂંઠાં,
નદીઓ
પાને પાને દોરેલી
વાંકીચૂકી લીટીઓ,
ખેતરો
લીલી શાહીમાં લખેલાં
લાંબાં પ્રકરણો.

દરેક ઋતુ
એક નવું પાનું ફેરવે છે.

આપણે
એના વાચક નથી;
આપણે તો
પાને પાને
પેન્સિલથી લખેલી
નાની નોંધ છીએ —

થોડા વરસાદ,
થોડા તડકા,
ને પછી
ભૂંસાઈ જવાની.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતું આપજેઆગલો લેખ →થંભી ગયું