ઉખાણું
અહીં આવવાનું, જવાનું ઉખાણું,
પછી શું ગયાથી થવાનું? ઉખાણું!
નસીબે બધું ઢોળવાનું સહેલું,
કહો: ભાગ્ય છે કે બહાનું? ઉખાણું!
ધનિક મખમલે જાગતો રાતભર, ને
ગરીબે ધરા પર સુવાનું? ઉખાણું!
ઘણાં ઘર બદલ્યાં, ઘણાં ગામ જોયાં,
હજી પણ ખરું ક્યાં ઠિકાનું? ઉખાણું!
પરાગે ખરીને ભળી ધૂળમાં જઈ,
હવે ફૂલ નભનું, ધરાનું? ઉખાણું!
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #રહસ્ય #નસીબ #ફિલસૂફી #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeIsARiddle #Mystery #Destiny #Philosophy #ParagRatanpara