ધૂળનો ખેલ
આપણો મેળ પણ ધૂળનો ખેલ છે,
રૂસણું? એય બસ ભૂલનો ખેલ છે.
તું નથી, તોય આ ઓસરી મ્હેકતી,
યાદ તો ડાયરી-ફૂલનો ખેલ છે.
ડાળ પર પાંદડાં કેટલાં નાચતાં,
વૃક્ષ જાણે, બધો મૂળનો ખેલ છે.
હીંચકો ઓસરીનો હજી ઝૂલતો,
બાળપણ? એ ય તો ઝૂલનો ખેલ છે.
આ ગુલાબી ત્વચા, આ સુગંધી ઉમર,
આ પરાગે કહી: સ્થૂળનો ખેલ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંબંધ #અહમ #ક્ષણભંગુર #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Relationships #Ego #Impermanence #Roots #ParagRatanpara