← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લોકો કહે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાંદને ચાહ્યો, હસીને ગાંડપણ લોકો કહે,
ફૂલને ચૂમ્યું, તરત એ ઘેલપણ લોકો કહે.

સાચ બોલું ને નમાવું ના શિરે, તોયે અહીં,
આ ટટારીને ય મારી ભોળપણ લોકો કહે.

સાઠની વયમાં ય હું વરસાદમાં નાચી પડું,
ને ઉમંગી આ હૃદયને બાળપણ લોકો કહે.

જ્યાં થતો અન્યાય, ત્યાં હું ચૂપ થઈ ઊભો રહું,
ભીરુતાને આજ મારી શાણપણ લોકો કહે.

આ પરાગે મ્હેક વ્હેંચી, ના કદી મોટો થયો,
ફૂલ જેવી નમ્રતાને નાનપણ લોકો કહે.

– પરાગ રતનપરા

#ગઝલ #લોકો #સમાજ #વ્યંગ #સ્વતંત્રતા #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatWillPeopleSay #SocietySatire #BeYourself #Irony #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઅષાઢીઆગલો લેખ →કિતાબ