કુલ ૨૦૨૨ લેખ · પાનું ૩૦ / ૪૧
ખાલી હતા હાથો, મળી માની દુઆ ખોબો ભરી, તડકો હતો, તો ઝાડ પાસે મેં હવા ખોબો ભરી.
ગયો તું ત્યારથી બારે ય માસે આંખ વરસે છે, તને ઝૂલાવતી’તી એ જ આંબા-શાખ વરસે છે.
ઢળી સાંજ, નયનો ભરાયાં અમસ્તાં, હસીને બધાં ત્યાં સુકાયાં અમસ્તાં.
હક હશે એ આપજે, પણ તું દયા ના આપજે, જે ગુનો મારો નથી, એની સજા ના આપજે.
ઝૂંપડાં ડૂબ્યાં, તરત એ આળ છે વરસાદ પર, ખાઈ ગ્યા નાળાં બધાં, ને ગાળ છે વરસાદ પર.
આંગણું ત્યારે પરાયું, ઘર ન મારું લાગતું, મા વગરનું આ રસોડું ક્યાંય પ્યારું લાગતું?
સાંજ ઢળતાં વગી શ્યામની વાંસળી, ગોરજે ગુંજતી ગામની વાંસળી.
રાત પૂનમની ઢળે છે, ચાંદની રોકાઈ જા, હાથમાં છે હાથ એનો, યામિની રોકાઈ જા.
હજારો શબદની નદી કેદ છે, બિડેલા અધરમાં સદી કેદ છે.
હવે તો ઓસરીની ધાર પર બસ વાટ જોઉં છું, હતાં પંખી, ગયાં ઊડી, હવે હું ઘાટ જોઉં છું.
કાલ જે મઝધારમાં’તી, એ કિનારો આજ છે, કાલ જે ટીપું હતું, ઝળહળ સિતારો આજ છે.
વૃક્ષ તો ઊભું રહે છે, મોસમો બદલાય છે, મૂળ એનું એ જ, કેવળ વાયરો બદલાય છે.
રાતથી ઊભો હતો, પણ બારણું ના ઊઘડે, ઊકળે છે દિલ, છતાં એ ઢાંકણું ના ઊઘડે.
પરોઢે ઝાડ પર બેઠાં વિહગ-ગાણું પ્રસાદી છે, ઉઘાડી આંખ ને સૂરજ તણું ટાણું પ્રસાદી છે.
કનૈયો જ પાસે, હવામાં છુપાયો, ગયો મંદિરે, તો દુઆમાં છુપાયો.
ચડી કીડી ઝરૂખે ને જુઓ ગજરાજ પડકારે, હવે ચકલી ય ડાળેથી ઉડંતા બાજ પડકારે.
મળીને ગળે, ઘા લગાવ્યા હસીને, પછી હાર ફોટે સજાવ્યા હસીને.
જગત-વૃક્ષ આખું ચમકતું ઉપરથી, દયાનું ઝરણ ત્યાં ટપકતું ઉપરથી.
શ્વાસ જેવું સત્ય છે, એવું જ મરવું સત્ય છે, રોઈને જન્મ્યા અમે, પણ અંત હસવું સત્ય છે.
ના મ્હેલમાં, ના સ્વર્ગમાં, સંસારમાં વસવું ગમે, ઝાંઝર બની ગોરી પગે ઝણકારમાં વસવું ગમે.
ભૂખ વેઠી, ઠાર વેઠ્યો, લૂગડું વેચ્યું નથી, એ જ બાપીકું પડેલું ખોરડું વેચ્યું નથી.
ઘોર અંધારું હતું, ને એક આશાનું કિરણ, બાળકે જ્યાં ‘મા’ ઉચાર્યું, ત્યાં જ ભાષાનું કિરણ.
ભાઈ લૂંટે ભાઈને, તે જોઈને રાવણ હસે, ધન કમાવા ઘર ગલી સૌ ખોઈને રાવણ હસે.
પોષની ઠંડી સવારે તાપણાની હૂંફ છે, ઊતરે તડકો ધરા પર, આંગણાની હૂંફ છે.
હવે તો મકાનો અવાજે ડરે છે, અને બારણાં પણ રિવાજે ડરે છે.
એકમે તો આંગણે મલકાય મહિનાનો પગાર, પાંચમે તો ક્યાંક ઊડી જાય મહિનાનો પગાર.
બાળપણથી એક ધૂને ચાલતો તારી ગલી, શ્વાસનો આ કાફલો પણ માગતો તારી ગલી.
મળે છે ઘેર બેઠાંને હવે સંબંધ અંગૂઠે, થયાં છે વાતનાં સૌ બારણાં પણ બંધ અંગૂઠે.
નહોતું કશું, બસ નમકથી ચલાવ્યું, દિવાળી, નયનની ચમકથી ચલાવ્યું.
ભેજ લાગ્યો છે હૃદયને, આંખને તડકે ધરું, ભીંજવી ગઈ સાંજ, મારી પાંખને તડકે ધરું.
હજી સામસામે કિનારો અડીખમ, તમારો, અમારો ઠઠારો અડીખમ.
લોક બોલે: પ્રેમમાં તું સાવ ઘેલો, તો ભલે, સૌ રિવાજોના નગરમાં હું અકેલો, તો ભલે.
મધુર લાગે ભલે, મીઠા દિલાસાને નિભાડે મૂક, ખરું ખોટું જવા દે, તું ભરોસાને નિભાડે મૂક.
શ્યામ, તારી વાંસળીના પાદરે લઈ જા મને, ગોપ ગાયો જ્યાં ચરાવે, ડુંગરે લઈ જા મને.
હવે આ ઘરે છે નિરંતર ઉદાસી, અહીં આંગણે છે સમંદર ઉદાસી.
ભીડમાં ખોવાઈ બેઠી જાતને તું ઓળખી, આયના ફોડ્યા પહેલાં, વાતને તું ઓળખી.
થાક ભાંગે, બેસવા દે ઓટલો બસ એટલું, ભૂખ લાગે ત્યાં મળે જો રોટલો બસ એટલું.
તળાવો સુકાયાં, નદીને તરસ છે, નમેલી, સુકાતી કળીને તરસ છે.
પાદરે ઊભા વડે, સૌ ગામનું સગપણ હતું, જે વિદેશે ગ્યા, પછી તો નામનું સગપણ હતું.
હાથમાં છે ફૂલ, ને આ ખંજરો છે પીઠ પર, મિત્રતાના એ લખેલા અક્ષરો છે પીઠ પર.
અમારાં તો બધાં સપનાં કતારોમાં ગયાં વર્ષો, ઘટાડાની જ આશામાં બજારોમાં ગયાં વર્ષો.
રોજ જઈને સાંજ ટાણે ઝાડને થપ્પો કહું, તું છુપાયો ક્યાંક, આખી વાડને થપ્પો કહું.
બારણું ખોલી જરા, આ ઉંબરો તું પાર કર, પાંખ છે તારી, ગગન છે, પીંજરો તું પાર કર.
ન હીરા, ન મોતી, દુઆનો ખજાનો, ભરેલો હૃદયમાં વ્યથાનો ખજાનો.
એ તળાવે સાંજ ઢળતાં કાંઠડે રમતા હતા, ધોમ તડકે વડ તણા એ છાંયડે રમતા હતા.
એક દીવો આજ કાળી રાતમાં વાવી જુઓ, હાસ્યની ફોરમ જરા આ વાતમાં વાવી જુઓ.
હું પરોઢે ઝાકળે, આ ભોરમાં શોધું તને, રાતભર ઘોંઘાટ, ભીડે, શોરમાં શોધું તને.
રોજ સાંજે દીવડો લઈ આંગણે છે બા હજી, રાહ જોતી, આંખ ખોલી, બારણે છે બા હજી.
ફી ભરી ના, ને નિશાળે માસ્તરે ચા આપતો, દફતરો તાક્યા કરે ને ઉંબરે ચા આપતો.
મ્હેફિલે સૌ ગાય ત્યારે રાગ થઈ સરકી જવું, વાટ બળતી હોય ત્યાં તો આગ થઈ સરકી જવું.