વરસે છે
ગયો તું ત્યારથી બારે ય માસે આંખ વરસે છે,
તને ઝૂલાવતી’તી એ જ આંબા-શાખ વરસે છે.
જલાવ્યા મેં બધા કાગળ, તને ભૂલી જવા માટે,
છતાં એ ધૂળ થઈ ઊડી, હવે તો રાખ વરસે છે.
કહે છે લોક, ‘કોરું છે બધું, વરસાદ ક્યાં ગાજે?’
મને પૂછો, અહીં તો રોજ ટીપાં લાખ વરસે છે.
હતું સપનું ગગન આંબી જવાનું, ચાંદ અડવાનું,
હવે ભીની નજરમાંથી ખરેલી પાંખ વરસે છે.
પરાગે બાગ વાવ્યો’તો, તને જોવા હસે એવો,
ગયો તું, આંબલેથી પણ હવે તો સાખ વરસે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #આંસુ #ચોમાસું #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #MonsoonInEyes #Longing #Tears #ParagRatanpara