વરસાદ પર
ઝૂંપડાં ડૂબ્યાં, તરત એ આળ છે વરસાદ પર,
ખાઈ ગ્યા નાળાં બધાં, ને ગાળ છે વરસાદ પર.
કોર્ટ કે’, ‘હાજર કરો’, તો વાદળો ભાગી ગયાં,
ને પછી પોલીસની આ જાળ છે વરસાદ પર.
વેધશાળા: ‘આજ કોરું’, તોય આવ્યો ધોધમાર,
ભૂલ ખાતાની, છતાં સૌ ઝાળ છે વરસાદ પર.
એક છત્રીમાં સમાયાં બે જણાં ભીંજાઈને,
એ જ જોડું કોર્ટમાં કે’: ‘વ્હાલ છે વરસાદ પર.’
આ પરાગે પણ દલીલો સાંભળી, ને આખરે
ફેંસલો: ‘ભૂલો અમારી, ઢાળ છે વરસાદ પર.’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #વરસાદ #તંત્ર #ભ્રષ્ટાચાર #પરાગરતનપરા
#GujaratiGhazal #RainOnTrial #CivicSatire #BlameGame #MonsoonHumour #ParagRatanpara