ડરે છે
હવે તો મકાનો અવાજે ડરે છે,
અને બારણાં પણ રિવાજે ડરે છે.
દિવાળી ય વીતી, નથી કોઈ આવ્યું,
હવે આ ઝરૂખાય સાજે ડરે છે.
વિદેશે વસે છે બધાં બાળ એનાં,
કદી રાતના ફોન વાજે, ડરે છે.
દવાઓ ભરી છે બધે ગોખલામાં,
હવે દીવડો પણ ઇલાજે ડરે છે.
પરાગે અચાનક જ ઘંટી વગાડી,
હવે વેચવાના તકાજે ડરે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ખાલીઘર #વૃદ્ધમાતાપિતા #એકલતા #વિદેશવાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #EmptyNest #AgingParents #Loneliness #Diaspora #ParagRatanpara