તું ઓળખી
ભીડમાં ખોવાઈ બેઠી જાતને તું ઓળખી,
આયના ફોડ્યા પહેલાં, વાતને તું ઓળખી.
અન્યના દોષો ગણીને આયખું ખૂટી ગયું,
આજ તારી આંખની એ રાતને તું ઓળખી.
ગ્રંથ વાંચ્યા, તીર્થ ફરતો, ધૂળ ખાતો તું ફરી,
ઘર મહીં બેઠી હતી, એ માતને તું ઓળખી.
સૌ સલામો દઈ નમે છે, હાથ જોડે છે છતાં,
ભીતરે છૂપી રહેલી ઘાતને તું ઓળખી.
આ પરાગે ફૂલ તોડ્યે ગંધ ના હાથે ચડે,
થઈ પવન વેરાઈ જા, ને ભાતને તું ઓળખી.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મખોજ #અધ્યાત્મ #મા #આત્મચિંતન #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfDiscovery #Introspection #Spirituality #InnerJourney #ParagRatanpara