← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાળીસમે માળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાળીસમા માળની બારીમાંથી
આખું નગર દેખાય છે —
રસ્તા, ગાડીઓ, ભીડ, દીવા.

બસ,
કોઈ ચહેરો નથી દેખાતો.

નીચે
ચાવાળાની કીટલી પાસે
રોજ સાંજે
પાંચ જણ હસે છે.
મને અહીંથી
એમના દાંત પણ નથી દેખાતા;
ફક્ત ખબર પડે છે
કે ત્યાં કશુંક ખખડે છે.

ઊંચાઈ મળી,
એટલે સાંભળવાનું ગયું,
ને જોવાનું બચ્યું —
બધું જ,
પણ કોઈ નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉદાસીઆગલો લેખ →તું ઓળખી