← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ના આપજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હક હશે એ આપજે, પણ તું દયા ના આપજે,
જે ગુનો મારો નથી, એની સજા ના આપજે.

પાંખ આપી, તો હવે આકાશ દે આખું મને,
બંધ પિંજરમાં પછી ઝીણી હવા ના આપજે.

દ્વાર પર બેઠો ભિખારી, ભોગ છપ્પન ભીતરે,
ભૂખ સામે, ઈશ, તું ઊંચી ધજા ના આપજે.

જો જવું હો તો જજે, બસ રોકવા હું ના રડું,
પણ પછી પાછા વળી ખોટી વફા ના આપજે.

આ પરાગે ફૂલ પાસે મ્હેક માગી’તી ખરું,
નામ, તાળી, ને પછી ખોટી અદા ના આપજે.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્વમાન #ખુદ્દારી #પ્રાર્થના #સચ્ચાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfRespect #Dignity #Prayer #NoPityPlease #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલાડકડીઆગલો લેખ →ડૂમો