← મુખપૃષ્ઠ

ગુજરાતી શાયરી અને શેર

કુલ ૨૦૨૨ લેખ · પાનું ૪૧ / ૪૧

રાખમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તાજ, તખ્તો, ખડ્ગ, સઘળું અંત જોયું રાખમાં, જે અહમનું પોટલું સૌ રોજ ઢોયું રાખમાં.

ભાડે મળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ નગરમાં ઘર મળે, ને લાગણી ભાડે મળે, ઘોડિયાઘરમાં હવે તો ઓઢણી ભાડે મળે.

હતો ને?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારાય ગામે કિનારો હતો ને? ઘડૂલા ભરે એ નજારો હતો ને?

ભીંજવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ આ વરસાદ મારા આંગણાને ભીંજવે, ઝૂંપડીમાં એક જૂના ઓઢણાને ભીંજવે.

જડે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણું સાફસૂફી બહાને જડે છે, અમારું જ બચપણ ખજાને જડે છે.

દૂરથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણે સંબંધ સૌ રાખ્યા નિભાવી દૂરથી, જન્મદિન પર કેક પણ સ્ક્રીને જલાવી દૂરથી.

કહું શું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે દર્દના સૌ રિવાજો કહું શું? સતત ભીતરે જે અવાજો, કહું શું?

નેટ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર આખી પ્રજા આ ઊંઘ ત્યાગી નેટ પર, તોય ના સંવેદનાની જ્યોત જાગી નેટ પર.

આશ્રમે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

‘મોહ છોડો’ આ કથીને દાન માગે આશ્રમે, ત્યાગના ઉપદેશ સાથે ભાવ લાગે આશ્રમે.

પિતાજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે વહેલા જગાડે પિતાજી, પછી હાથ ઝાલી રમાડે પિતાજી.

તને હો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સદા સૂર્ય જેવા ઉજાસો તને હો, ગુલાબી, સુકોમળ સુવાસો તને હો.

અંદરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તીર્થમાં શોધ્યો સદા જે, એ જ આવ્યો અંદરે, બ્હાર સૂકો બાગ જોયો, છોડ વાવ્યો અંદરે.

જોષીજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગ્રહો ને રાશિની મોટી કરે છે વાત જોષીજી, છતાં પોતે ગયા ભૂલી સ્વયંની જાત જોષીજી.

મંદિરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડ આખી દર્શનોની મોજ માણે મંદિરે, બ્હાર બેઠો ઈશ ભૂખ્યો, કોણ જાણે મંદિરે?

તૂટતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાચ જેવું દિલ ન જાણે સાવ ક્યારે તૂટતું, ના ધડાકો, ના અવાજો, ચૂપ જ્યારે તૂટતું.

ચાદર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉદાસીએ અમારે ઘર સફેદીની ધરી ચાદર, ન ડાઘો કો', ન સળ એકે, નિરાળી ને ખરી ચાદર.

મા, તને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ ઊઠી સૌ પ્રથમ વંદું નમીને, મા, તને, સાંજનો દીવો ય પ્હેલો હું ધરીને, મા, તને.

આંખોમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણાં વર્ષો પછી, આજે ય ઝૂલે ગીત આંખોમાં, તને જોયા પછીની એ જ પ્હેલી પ્રીત આંખોમાં.

ગાંધીજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચલણની નોટ પર છાપ્યું તમારું નામ, ગાંધીજી, અને એ નોટથી થાતાં ગલત સૌ કામ ગાંધીજી.

સગું ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરે સો જણાં, પણ અમારું સગું ક્યાં? મળે ‘હાય’ સૌને, તમારું સગું ક્યાં?

ના પડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથ જોડી કોઈ સામે ભોંય જોવું ના પડે, આબરૂને કાજ છાનું ક્યાંય રોવું ના પડે.

મ્હેક છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ હજારો ગીત-ગઝલો, એક ક્યારી, મ્હેક છે, ફૂલ મારાં, પણ ખરેખર પ્રીત તારી મ્હેક છે.