← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હતો ને?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારાય ગામે કિનારો હતો ને?
ઘડૂલા ભરે એ નજારો હતો ને?

શિરે બેડલું, ઝાંઝરીઓ રણકતી,
નયનથી નયનનો ઇશારો હતો ને?

ભલે જીર્ણ’તી લાકડી બાપુજીની,
છતાં એ જ ઘરનો સહારો હતો ને?

ઉઘાડા હતા પગ, ન'તો એક પૈસો,
સુખોથી ય એવો પનારો હતો ને?

‘પરાગે’ ભલે ગામ છોડ્યું વરસથી,
છતાં ત્યાં જ મનનો ઉતારો હતો ને?

– પરાગ રતનપરા

#ગઝલ #ગામ #સ્મૃતિ #નદીકિનારો #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Village #Nostalgia #Riverbank #SimpleLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભાડે મળેઆગલો લેખ →હવે નથી દોડવું