← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવે નથી દોડવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આખી જિંદગી
બસ પકડવા દોડ્યો —
ટ્રેન,
નોકરી,
છોકરી,
ઘરનો હપ્તો,
દીકરાની ફી.

હવે
પગમાં વા છે,
અને ડૉક્ટર કહે છે:
‘રોજ ચાલવું પડશે.’

તો હું ચાલું છું,
ધીમે ધીમે,
બગીચામાં,
અને પહેલી વાર જોઉં છું
કે
જે બસ પાછળ હું રોજ દોડતો હતો,
એની બારીમાંથી
આ ગુલમહોર
વર્ષોથી
મને જોયા કરતો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહતો ને?આગલો લેખ →વેણ