સગું ક્યાં?
ઘરે સો જણાં, પણ અમારું સગું ક્યાં?
મળે ‘હાય’ સૌને, તમારું સગું ક્યાં?
હતી ગાંઠ ભારે, હતાં સૌ સગાંઓ,
હવે ઓરડે હું વિચારું, સગું ક્યાં?
હતા દોસ્ત તાળી-મિલાવે ઘણાયે,
હતું હાસ્ય સૌનું ઉધારું, સગું ક્યાં?
ચિતા પાસ ઊભા હતા ચાર-પાંચે,
ઉપર એકલો હું પધારું, સગું ક્યાં?
‘પરાગે’ ગઝલને ગણી બ્હેન-માતા,
નહીં તો જગત આ નઠારું, સગું ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #સ્વાર્થીજગત #સગપણ #જીવનસત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #SelfishWorld #Kinship #HarshTruths #ParagRatanpara