← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આશ્રમે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

‘મોહ છોડો’ આ કથીને દાન માગે આશ્રમે,
ત્યાગના ઉપદેશ સાથે ભાવ લાગે આશ્રમે.

રાતભર જાગે ભગત, ભજનો કરે, ઝૂમે ખરા,
સંત તો એ.સી. તળે ત્યાં, કોણ જાગે આશ્રમે?

બ્હાર ઊભો'તો ભિખારી, દ્વાર ના ખોલ્યું કદી,
ઘંટ બસ શ્રીમંત આવે, ત્યાં જ વાગે આશ્રમે.

રેડની જ્યાં વાત ઊડી, એ જ રાતે મૌન થઈ,
દાનપેટી ઊંચકીને સંત ભાગે આશ્રમે.

આ ‘પરાગે’ જોઈ ત્યાં વિપરીત લીલા, કે બધા
વિશ્વ સઘળું, હું સિવાયે, લોક ત્યાગે આશ્રમે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ધર્મ #પાખંડ #બાવાવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Hypocrisy #GodmenSatire #FakeRenunciation #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઘુવડની સભાઆગલો લેખ →ડાયરીનાં પાનાં