કહું શું?
હવે દર્દના સૌ રિવાજો કહું શું?
સતત ભીતરે જે અવાજો, કહું શું?
દવા વૈદ દે, ને દુઆ પીર આપે,
હૃદયના ન ચાલે ઇલાજો, કહું શું?
ઘડીમાં હસે, ને ઘડીમાં રિસાયે,
સનમના અજબ આ મિજાજો, કહું શું?
હસે હોઠ, ભીતર ભલે હો ઉદાસી,
નગરના નવા આ તકાજો, કહું શું?
‘પરાગે’ ભલે શબ્દ સઘળા વિખેર્યા,
હૃદયની અધૂરી નમાજો કહું શું?
– પરાગ રતનપરા
#ગઝલ #દર્દ #અકથ્ય #પ્રાર્થના #હૃદય #પરાગરતનપરા
#GujaratiGhazal #Pain #Unspoken #Prayer #HeartAche #ParagRatanpara