આંખોમાં
ઘણાં વર્ષો પછી, આજે ય ઝૂલે ગીત આંખોમાં,
તને જોયા પછીની એ જ પ્હેલી પ્રીત આંખોમાં.
ન બોલી તું, ન હું બોલ્યો, છતાં સૌ વાત થઈ ગઈ'તી,
હતી કેવી અનોખી બોલવાની રીત આંખોમાં.
ભલે હાર્યો જગતની હું રમત, પણ મેં સખી, જોયું,
ઝળકતી'તી તને જોતાં ખરી એ જીત આંખોમાં.
નજર ઝાંખી પડી, ચશ્માં ય જાડા થઈ ગયા, તોયે
રમે છે તોય સંગાથે રમેલો મીત આંખોમાં.
‘પરાગે’ ગીત લખવાને ઘણા શબ્દો ઉતાર્યા, પણ
રહે ખામોશ ત્યારે ગુંજતું સંગીત આંખોમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #આંખો #પહેલોપ્રેમ #મૌનસંવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Eyes #FirstLove #SilentLanguage #ParagRatanpara