તને હો
સદા સૂર્ય જેવા ઉજાસો તને હો,
ગુલાબી, સુકોમળ સુવાસો તને હો.
વિદાયે તને ઉંબરો સાદ પાડે,
નવા પંથના શુભ પ્રવાસો તને હો.
તને સાસરે કોઈ મેણું સુણાવે,
પિતાનો ખભો ને દિલાસો તને હો.
ભલે ઘર નવું, ને નવા છે સગાં સૌ,
અમારા હૃદયમાં નિવાસો તને હો.
‘પરાગે’ દુઆ આજ દીધી હૃદયથી,
કદી ના કશાનો ખુલાસો તને હો.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #વિદાય #આશીર્વાદ #પિતૃહૃદય #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Farewell #Blessings #FatherDaughter #ParagRatanpara