← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગયાં વર્ષો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારાં તો બધાં સપનાં કતારોમાં ગયાં વર્ષો,
ઘટાડાની જ આશામાં બજારોમાં ગયાં વર્ષો.

ગયો પરદેશ જે બેટો, કહે: ‘આવીશ હું, મા, હોં!’
પછી બાનાં ઝરૂખેથી પુકારોમાં ગયાં વર્ષો.

નવી શાળા, નવા રસ્તા, દવાખાનાં નવાં બોલ્યા,
હતાં ખોટાં વચન એનાં, પ્રચારોમાં ગયાં વર્ષો.

તમારી રાહમાં બેઠો અગાસીએ ઘણી રાતો,
ગણીને રાતના તારા, સિતારોમાં ગયાં વર્ષો.

પરાગે મ્હેક વેરી તો, હવાએ ક્યાં ગણી એને?
ગઝલના બાગની ખીલી બહારોમાં ગયાં વર્ષો.

– પરાગ રતનપરા

#ગઝલ #સમય #જીવન #પ્રતીક્ષા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #PassingYears #Time #Waiting #LifeReflections #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપીઠ પરઆગલો લેખ →સવાર