← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પીઠ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથમાં છે ફૂલ, ને આ ખંજરો છે પીઠ પર,
મિત્રતાના એ લખેલા અક્ષરો છે પીઠ પર.

બાપના ખભ્ભે ચડી જોયું હતું આખું જગત,
આજ એના કરજના સૌ પથ્થરો છે પીઠ પર.

વોટ લઈને એ ગયા ને પાંચ વરસે આવશે,
આપણી તો જિંદગીભર ઠોકરો છે પીઠ પર.

જાય તે ક્ષણ એક પણ પાછું વળી જોયું નહીં,
ચોટલે ઝૂલી રહેલો મોગરો છે પીઠ પર.

આ પરાગે જિંદગીભર મ્હેક વેરી સૌ તરફ,
ને હવાનો આજ લગ બસ આશરો છે પીઠ પર.

– પરાગ રતનપરા

#ગઝલ #દગો #મિત્રતા #પિતા #જવાબદારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Betrayal #Friendship #FathersBurden #Responsibility #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસગપણ હતુંઆગલો લેખ →ગયાં વર્ષો