વાંસળી
સાંજ ઢળતાં વગી શ્યામની વાંસળી,
ગોરજે ગુંજતી ગામની વાંસળી.
રાધિકા દોડતી, ભાન ભૂલી જતી,
સાદ પાડે જરા નામની વાંસળી.
ઝેર પીતી રહી, નાચતી બાવરી,
સાંભળી શ્યામના ધામની વાંસળી.
આજ ડીજે બધે ધમધમે ગામમાં,
ક્યાં સુણાતી હવે શામની વાંસળી?
આ પરાગે સુણી સૂરની છાંવમાં,
શ્વાસમાં વાગતી રામની વાંસળી.
– પરાગ રતનપરા
#ગઝલ #કૃષ્ણ #વાંસળી #રાધા #મીરાં #પરાગરતનપરા
#GujaratiGhazal #KrishnasFlute #Radha #Meera #DivineMelody #ParagRatanpara