છુપાયો
કનૈયો જ પાસે, હવામાં છુપાયો,
ગયો મંદિરે, તો દુઆમાં છુપાયો.
હતા ભવ્ય મંડપ, હતા લાખ શ્રોતા,
છતાં એ ન દીઠો, કથામાં છુપાયો.
હતા પાંચ પતિ, ને પિતામહ હતા પણ,
છતાં એ જ આવ્યો, સભામાં છુપાયો.
અષાઢે ગગનમાં ઝબૂકી જરા વીજ,
મયૂરો કહે: ‘એ ઘટામાં છુપાયો.’
પરાગે જગતભર જ શોધ્યો સદાયે,
હતો શ્વાસમાં, ને કૃપામાં છુપાયો.
– પરાગ રતનપરા
#ગઝલ #કૃષ્ણ #ભક્તિ #સંતાકૂકડી #ઈશ્વર #પરાગરતનપરા
#GujaratiGhazal #HideAndSeekGod #Krishna #Devotion #DivinePresence #ParagRatanpara