આજ છે
કાલ જે મઝધારમાં’તી, એ કિનારો આજ છે,
કાલ જે ટીપું હતું, ઝળહળ સિતારો આજ છે.
ઝૂંપડીમાં ફાનસે વાંચ્યું હતું જે છોકરે,
એ જ આખા ગામનો સૌથી સહારો આજ છે.
દીકરીને ના ભણાવો, ગામ કે’તું’તું ભલે,
ગામ પર એ દીકરીનો બસ ઇશારો આજ છે.
ફૂટપાથે રાત કાઢી, ભૂખ વેઠી’તી ઘણી,
એ જ, મોટા બંગલે સૌનો ઉતારો આજ છે.
કાલ જે કાગળ ફગાવ્યો’તો પરાગે ટોપલે,
એ જ કાગળ પર ગઝલનો કો નજારો આજ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #સંઘર્ષ #સફળતા #સપનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #DreamsComeTrue #Struggle #Hope #RagsToRiches #ParagRatanpara