કુલ ૨૦૨૨ લેખ · પાનું ૩૧ / ૪૧
નામ તારું પીપળાના પાનમાં લખ્યા કરું, સાદ થઈ તારી કહાણી કાનમાં લખ્યા કરું.
કોણ વાળે રોજ મારું આંગણું મારા પછી? કોણ ખોલી રાખશે આ બારણું મારા પછી?
ગામ આખું ઊંઘતું હો, એ સવારે આવ ને, રાહ જોતી મા હજી ઘરને દુવારે આવ ને.
તમારું બધું આજ જાણે પડોશી, નકામી કથાઓ ય તાણે પડોશી.
ગોળગપ્પાં, ભેળ, ભજિયાં, ચાટ, ડાયટ કાલથી, આજ તો પત્ની જુએ છે વાટ, ડાયટ કાલથી.
અમારું-તમારું કપાળે લખાયું, હતું નામ જોડે નિશાળે લખાયું.
હતો આયના જેમ સાચો ભરોસો, તિરાડે થયો કાચ કાચો ભરોસો.
ગગન ગાજતું, પણ ઘટાઓ ન વરસે, હૃદય ઝંખતું, પણ દુઆઓ ન વરસે.
નદી પાર કરવા, થકેલાં હલેસાં, હજી હાથમાં છે ઘસેલાં હલેસાં.
હૃદયને ફરીથી રમાડે ધુળેટી, ગુલાલે ઉદાસી ઉડાડે ધુળેટી.
કેટલો મોટો તમારો છે ચઢાવો મંદિરે? એ પ્રમાણે દર્શનોનો છે લહાવો મંદિરે.
હું નગરની રોજની આ દોડથી થાકી ગયો, કોણ આગળ? કોણ પાછળ? હોડથી થાકી ગયો.
હતી પ્રેમની એ નિશાની ટપાલે, મળી એક આખી કહાની ટપાલે.
હોઠ પર અટકી રહેલી એ જ વાતો મોકલું, જાગતાં ગાળી અમે તે સૌ ય રાતો મોકલું.
તમે જો સાથમાં જાગો, સિતારા પણ શરમ રાખે, અને આ ચાંદ ઝૂકીને, લખી લેવા કલમ રાખે.
એક નાના શબ્દ પર મેં જિંદગી રાખી હતી, ‘હા’ અને ‘ના’ની વચાળે આ સદી રાખી હતી.
હતો જે મંદિરે શોધ્યો, જડે એ આજ શ્વાસોમાં, અનાહતનો સતત વાગે, મજાનો સાજ શ્વાસોમાં.
એક મોતી શોધવા હું સાગરે ઊંડે ગયો, છીપ ખોલી તો હસીને, ભીતરે ઊંડે ગયો.
કપ મહીં બાકી રહી છે, આ ગરમ ચા, બેસ ને, સાંજ પણ ધીરે ઢળે છે, લંબ છાયા, બેસ ને.
મખમલી ગાદી ઉપરની મેં અમીરી જોઈ છે, ઠીબ ફૂટી ગઈ છતાં એમાં ફકીરી જોઈ છે.
એક છત નીચે રહે, પણ સૌ બધા છે સ્ક્રીનમાં, ઓરડે દીવો નથી, ને હર દુઆ છે સ્ક્રીનમાં.
આંસુથી સીંચી હશે તો લાગણી પણ ઊગશે, વાદળો રીસાય તોયે વાવણી પણ ઊગશે.
રેશમી છે ગાદલાં, પણ ધાબળામાં હૂંફ ક્યાં? ઝુમ્મરો ઝળહળ થયા, પણ ઓરડામાં હૂંફ ક્યાં?
હતું બાળપણ, ને જવાની ઘડીમાં, બની વારતા પણ કહાની ઘડીમાં.
એક પળ મેં તો તને બસ આંખમાં જોયું હતું, ને પછી આખું ગગન મેં પાંખમાં જોયું હતું.
જિંદગીનો દાખલો ગણ્યો, હિસાબે શૂન્ય છે, ભાગતાં ગુણતાં ઉમેરી, તો જવાબે શૂન્ય છે.
ઘરે સૌની અપેક્ષાઓ, ખભે મેં તો ઉઠાવી છે, મળી જે પણ ઉપેક્ષા, એ હસીને મેં નિભાવી છે.
હવે તો ચૂંટણી આવી, મળે સાડી, બધું ફ્રી છે, મફત બસ, ને મફત ટીવી, મફત ગાડી, બધું ફ્રી છે!
આંખમાં ના જોઈ શકશો, એક છાનું દર્દ છે, પાંદડું ખરતાં ન બોલે, સાવ નાનું દર્દ છે.
શબ્દ જ્યાં છોડું, પછી એ પ્રાણમાં પડઘાય છે, મૌન રાખું તો ગુફા-પાષાણમાં પડઘાય છે.
હતી વાત મારી, તમારી ગઝલ થઈ, ઘડી પણ ન ઊંઘ્યો, પથારી ગઝલ થઈ.
કાલ લડતો’તો બધાથી, આજને સમજી ગયો, કોણ ખુરશી પર ટકે છે, રાજને સમજી ગયો.
ભલે ગમતું, ઢળે ત્યાં કોઈ ઠેકાણું નથી બનતું, ઉતાવળ કર ભલે, કેરી તણું ટાણું નથી બનતું.
આંખ તારી જોઈને હું જાગતો પીધા વગર, સૌ કહે છે મસ્ત, હું તો લાગતો પીધા વગર.
સાંજ ઢળતી જે હતી, એની ઉદાસી શેરમાં, પ્રીતની મીરાં સમી, એ શ્યામ-દાસી શેરમાં.
હતી ધરતી, હતા પગ, પણ ગગન જોવું ગુનો મારો, નગર સૂતું હતું આખું, ગઝલ ગાવું ગુનો મારો.
આંબલીની ડાળ પર તો સૌ રમીએ, ચાલ ને, ખેતરે ભીની સુગંધે ત્યાં ભમીએ, ચાલ ને.
નશો ચડતો, હૃદય ધબકે, ગજબનો જામ તારો છે, પવન જે ગંધ લઈ આવ્યો, સરસ પયગામ તારો છે.
ના તરી શકતો સમંદર, ને કિનારો પણ નથી, ડૂબવા કે તારવા માટે સહારો પણ નથી.
ઝરૂખે કિરણ આ જગાવે પ્રભાતે, કળીને પવન પણ હસાવે પ્રભાતે.
શ્વાસની આ સાવ સીધી જિંદગી છે અક્ષરે, મૌન થઈ ઝૂકી રહેલી બંદગી છે અક્ષરે.
નદી પાછી નહીં વળશે, હવે ફરવું નકામું છે, તરસ રણની બુઝાવા ઝાંઝવાં ભરવું નકામું છે.
આંખ અંધારી હતી, ને સૃષ્ટિ જાગી સ્પર્શમાં, ટેરવાંને રંગની ઓળખ જ લાગી સ્પર્શમાં.
ફી ભરો ને લો શિબિરમાં, આ સુહાની શાંતિ છે, હોટલોમાં પાંચ તારા, આસમાની શાંતિ છે!
ફાગણે ભીંજાઈ ગ્યું સૌ, રંગમાં કોરો હતો, ભીડમાં ઊભો છતાં હું, સંગમાં કોરો હતો.
સાદ માનો સાંજના આ ઉંબરે ગુંજે હજી, ગામનો એ ઢોલ, નોબત પાદરે ગુંજે હજી.
દોડમાં ભૂલી ગયો કે માણવું બાકી હતું, આંખથી જોયું ઘણું, પણ જાણવું બાકી હતું.
ભરી કંકુ પગલાં, ઉમંગે પધારી, ઝરણ જેમ ઝાંઝર-તરંગે પધારી.
ખરે છે પાન, ખરવા દે, હૃદયનો ઘાવ ભૂલી જા, વસંતો આવશે પાછી, ગયેલો દાવ ભૂલી જા.
ભરેલું છે સુખોથી ઘર, હવે આ આંસુ મૂકું ક્યાં? સગાએ પીઠમાં ભોંક્યું, કહો, એ ચાકુ મૂકું ક્યાં?