← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લખાયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારું-તમારું કપાળે લખાયું,
હતું નામ જોડે નિશાળે લખાયું.

હતો રેશમી એક રૂમાલ, એમાં
અમારું ય નામ જ રુમાલે લખાયું.

ધુળેટી હતી, રંગ મૂઠી ભરીને,
હતું ગાલ પર જે, ગુલાલે લખાયું.

ગયું ગામ, ઘર પણ ગયું, તે છતાં ત્યાં
હજી કોલસાથી દિવાલે લખાયું.

પરાગે ઉછાળ્યો હતો એક સિક્કો,
નસીબે, ‘તમે’, એ ઉછાળે લખાયું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #નસીબ #બાળપણનોપ્રેમ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Destiny #ChildhoodLove #WrittenInStars #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડાયટ કાલથીઆગલો લેખ →ઝરમર નહીં