નવી વહુ
ભરી કંકુ પગલાં, ઉમંગે પધારી,
ઝરણ જેમ ઝાંઝર-તરંગે પધારી.
ઘરે આજ લક્ષ્મી, હસે ઓરડા સૌ,
બની દીકરી એ, ઉછંગે પધારી.
ગલી ગાજતી ઢોલ, શરણાઈ સૂરે,
વધાવી બધાંએ, મૃદંગે પધારી.
હતી આંખ ભીની પિતાની વિદાયે,
હસી ને રડી, એ પ્રસંગે પધારી.
પરાગે નિહાળી, હસી ગઈ વસંતો,
કળી જેમ ખીલી, સુરંગે પધારી.
– પરાગ રતનપરા
#ગઝલ #નવવધૂ #લગ્ન #ગૃહપ્રવેશ #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #NewBride #IndianWedding #Grihapravesh #Bidaai #ParagRatanpara