← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂલી જા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખરે છે પાન, ખરવા દે, હૃદયનો ઘાવ ભૂલી જા,
વસંતો આવશે પાછી, ગયેલો દાવ ભૂલી જા.

ભલે તોફાનમાં તૂટી, સમંદર લઈ ગયો સઘળું,
નવું ઘડ તું, ફરી તરવા, હવે એ નાવ ભૂલી જા.

તને જે પ્રેમમાં ઠોકર મળી, એ યાદ ના રાખીશ,
જવાનીમાં ચડેલો એ ગુલાબી તાવ ભૂલી જા.

બજારે આગ લાગી છે, કશું સસ્તું નથી હમણાં,
પિતાના એ જમાનાનો બધો એ ભાવ ભૂલી જા!

પરાગે ફૂલ સંગાથે ખરીને આ જ શીખ્યું છે:
બની ખુશ્બૂ, હવા સાથે ભળી જા, ચાવ ભૂલી જા.

– પરાગ રતનપરા

#ગઝલ #આશા #ભૂલીજા #નવીશરૂઆત #જીવનબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #LetGo #NewBeginnings #Hope #MovingOn #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનવી વહુઆગલો લેખ →મારું નાનકડું ગામ