ધુળેટી
હૃદયને ફરીથી રમાડે ધુળેટી,
ગુલાલે ઉદાસી ઉડાડે ધુળેટી.
હતું એક સપનું, વરસથી દબાયું,
ફરી રંગ છાંટી, જગાડે ધુળેટી.
નવો શ્વેત ઝભ્ભો, સફેદી ભરેલો,
ઘડીમાં કચડ થઈ, બગાડે ધુળેટી.
અબોલા હતા બે સગા ભાઈ વરસો,
ગળે બેઉને જો, લગાડે ધુળેટી.
પરાગે ભરી ફાગણી મ્હેક પાંખે,
નગરને વસંતી પમાડે ધુળેટી.
– પરાગ રતનપરા
#ગઝલ #ધુળેટી #હોળી #ફાગણ #રંગોત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Holi #Dhuleti #FestivalOfColours #Spring #ParagRatanpara