← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મજૂરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિર બંધાય છે.

મજૂરણ
માથે ઈંટો ઊંચકી
પાલખ ચડે છે,
પીઠે બાંધેલું બાળક
ઊંઘે છે.

બપોરે
એ લીમડા નીચે
એને ધવડાવે છે —
જ્યાં સુધી
મંદિરનું શિખર
પૂરું નથી થયું,
ત્યાં સુધી
ઈશ્વર
એ લીમડા નીચે જ રહે છે.

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે
મજૂરણને
દરવાજે અટકાવી દેવાઈ,
ને મૂર્તિને
ઢોલ-નગારે અંદર લઈ જવાઈ.

મને ખાતરી છે,
એ દિવસે
ઈશ્વર
દરવાજે જ
એની સાથે
ઊભા રહી ગયા હશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદરિયાને ઉપાલંભઆગલો લેખ →ધુળેટી