ભરોસો
હતો આયના જેમ સાચો ભરોસો,
તિરાડે થયો કાચ કાચો ભરોસો.
ઘણાં વર્ષ ચણતર, પછી એક પળમાં
હવે માત્ર એનો જ ઢાંચો ભરોસો.
સગો ભાઈ ઘરનું લખાવી ગયો, ને
હવે ચોપડે ક્યાં ય વાંચો ભરોસો?
ફરી આવશે એ જ નેતા, વચન લઈ,
‘ખુશીથી હવે ગામ નાચો!’ ભરોસો.
પરાગે સુગંધો ઉડાડી હવામાં,
પવનમાં ન લાગ્યો જ ખાંચો, ભરોસો.
– પરાગ રતનપરા
#ગઝલ #ભરોસો #દગો #સંબંધ #રાજકારણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Trust #BrokenTrust #Betrayal #Relationships #ParagRatanpara