← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવ ને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામ આખું ઊંઘતું હો, એ સવારે આવ ને,
રાહ જોતી મા હજી ઘરને દુવારે આવ ને.

આંબલી પર સાથ ઝૂલ્યા’તા, હજી ડાળી નમે,
ભેરુઓના સાદ પર, એના ઇશારે આવ ને.

ડૉલરોની દોડમાં જો આયખું વીતી જશે,
કોણ આવે છે પછી, કોના સહારે? આવ ને.

બાપુની આંખો હવે ઝાંખી પડી છે, દીકરા,
એ નજરના આખરી ઝાંખા પુકારે આવ ને.

આ પરાગે પત્રમાં બીડી સુગંધો ગામની,
આ વસંતી, ફાગણી, ફોરમ-બહારે આવ ને.

– પરાગ રતનપરા

#ગઝલ #વિદેશવાસ #પિતા #ગામ #વતનનીયાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Diaspora #ComeHome #FathersLonging #Homeland #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકુંજડીઓઆગલો લેખ →ધુમ્મસ