← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૂકું ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભરેલું છે સુખોથી ઘર, હવે આ આંસુ મૂકું ક્યાં?
સગાએ પીઠમાં ભોંક્યું, કહો, એ ચાકુ મૂકું ક્યાં?

શુગર વધતી, કહે ડૉક્ટર, ‘નથી ખાવું હવે મીઠું,’
દિવાળીએ, વહાલેથી બનાવ્યા લાડુ, મૂકું ક્યાં?

નવો ફોટો પડાવીને ગયા નેતા, હજી કચરો,
દિવસ પૂરો થયો, ત્યાં તો, હવે આ ઝાડુ મૂકું ક્યાં?

ગુફાઓમાં ગયો ભાગી, જગતથી દૂર, એકાંતે,
છતાં મન ઘર તરફ દોડે, ભલા, આ સાધુ મૂકું ક્યાં?

પરાગે ફૂલને જોયું, ખરીને ધૂળ થાતું’તું,
કહે: ‘મ્હેકી ગયેલું આ ખુદાનું જાદુ મૂકું ક્યાં?’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #જીવનનીમૂંઝવણ #ડાયટ #સંન્યાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #LifesDilemmas #DietWoes #Renunciation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખાતરીઆગલો લેખ →દાદાજીનો રેડિયો