← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શાંતિ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફી ભરો ને લો શિબિરમાં, આ સુહાની શાંતિ છે,
હોટલોમાં પાંચ તારા, આસમાની શાંતિ છે!

ધ્યાન માટે ઍપ ખોલી, ફોન વાગ્યો સો વખત,
ઓરડે બા જપ કરે, એમાં જ છાની શાંતિ છે.

રાતના બા વારતા માંડે, સુવે સૌ બાળકો,
એ પરી ને રાજકુંવરની કહાની શાંતિ છે.

ફોન મૂકી, ઘાટ પર બેસી રહો થોડી ઘડી,
નીરની ધીમી અને મીઠી રવાની શાંતિ છે.

ફૂલ ખરતું, તોય હસતું, પૂછતાં બોલ્યો ‘પરાગ’:
‘જે હસીને જાય, એની એ નિશાની શાંતિ છે.’

– પરાગ રતનપરા

#ગઝલ #શાંતિ #મનનીશાંતિ #વ્યંગ #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #PeaceOfMind #ModernLife #Satire #SimpleJoys #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખવીજળી ગઈઆગલો લેખ →વહેંચી દઈએ