← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બધું ફ્રી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે તો ચૂંટણી આવી, મળે સાડી, બધું ફ્રી છે,
મફત બસ, ને મફત ટીવી, મફત ગાડી, બધું ફ્રી છે!

નશાબંધી ભલે હો, પણ ઇલેક્શનની ગલીઓમાં
ભરી થેલી ઘરે પ્હોંચે, મફત તાડી, બધું ફ્રી છે!

હતું ભાડું, હતું ભાણું, હતી બસ આવવા માટે,
સભામાં ભીડ થઈ, તાળી અમે પાડી, બધું ફ્રી છે!

પછી જીત્યા પછી નેતા, થયા ખુશ ખૂબ, કારણ કે
ગયું ગોચર, ગયું તળ, ને બની વાડી, બધું ફ્રી છે!

પરાગે જઈ અને પૂછ્યું, ‘કશું મોંઘું ય છે, સાહેબ?’
કહે: ‘ઈમાન શું? આ ગામ ખેલાડી, બધું ફ્રી છે!’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ચૂંટણી #મફતની_લહાણી #રાજકારણ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Freebies #ElectionSeason #VoteBuying #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખગૃહિણીઆગલો લેખ →ઊલટું હાલરડું