← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારો છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નશો ચડતો, હૃદય ધબકે, ગજબનો જામ તારો છે,
પવન જે ગંધ લઈ આવ્યો, સરસ પયગામ તારો છે.

ભલે હો દીપ દેરીમાં, ભલે ફૂલો ય મ્હેકે, પણ
હૃદયની આરતીમાં તો સદા એ શ્યામ તારો છે.

પ્રતીક્ષા, આંસુ, બેચેની, બધું મારા જ ભાગે, ને
નિરાંતે ઊંઘવાનો આ મધુર આરામ તારો છે.

ભટકતો આ પવન પૂછે, ‘મને ઘર ક્યાં મળે આખર?’
હસી ખુશ્બૂ: ‘અહીં ફૂલે, સુખદ અંજામ તારો છે.’

પરાગે જે લખી, વાંચી, બધાએ દાદ દીધી, પણ
લખાવ્યું તેં જ, સાચું તો, ખરેખર દામ તારો છે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #સૌંદર્ય #સમર્પણ #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #Beloved #Beauty #Surrender #Romance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાના સાથે નહીં રમુંઆગલો લેખ →નહીં પૂછું