← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાલ ને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંબલીની ડાળ પર તો સૌ રમીએ, ચાલ ને,
ખેતરે ભીની સુગંધે ત્યાં ભમીએ, ચાલ ને.

શેઢ પર છે લીમડો, ને બા તણું ભાથું અહીં,
રોટલો ને છાશ સંગે બે જમીએ, ચાલ ને.

સાંજ ટાણે ઝાલરોનો સાદ દેરી પર સુણી,
આરતીની જ્યોતને તો જઈ નમીએ, ચાલ ને.

આયનામાં જોઈ ખુદને, થઈ ગયા ગંભીર કાં?
બાળપણની જેમ ખુદને પણ ગમીએ, ચાલ ને.

ફૂલ સાથે ઊડવા આવ્યો પવન, બોલ્યો ‘પરાગ’:
‘ડાળ છૂટે તો ભલે, એ પણ ખમીએ, ચાલ ને.’

– પરાગ રતનપરા

#ગઝલ #બાળપણ #ગામડું #રમત #નિર્દોષતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #VillageLife #Playfulness #Innocence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકોયડોઆગલો લેખ →કાના સાથે નહીં રમું