← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રભાતે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝરૂખે કિરણ આ જગાવે પ્રભાતે,
કળીને પવન પણ હસાવે પ્રભાતે.

હજી રાતનો થાક આંખે, છતાં મા
જવા સ્કૂલ, બાળક ઉઠાવે પ્રભાતે.

નવા વર્ષની આંગણે ભાત પૂરી,
ગલી ગામની સૌ સજાવે પ્રભાતે.

નદીતીરનો પીપળો એકલો ત્યાં
ઘણાં નીડ ડાળે ઝુલાવે પ્રભાતે.

પરાગે જરા કાનમાં વાત કીધી,
કળી ફૂલ થઈ શિર નમાવે પ્રભાતે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રભાત #સવાર #મા #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dawn #Morning #Mother #NatureAwakens #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભીતરનો દીવોઆગલો લેખ →અક્ષરે