સ્પર્શમાં
આંખ અંધારી હતી, ને સૃષ્ટિ જાગી સ્પર્શમાં,
ટેરવાંને રંગની ઓળખ જ લાગી સ્પર્શમાં.
કરચલીઓ મા તણી, મેં આંગળીથી રાતભર
વાંચતો ગ્યો, ને દુઆ મેં એ જ માગી સ્પર્શમાં.
રાત અંધારી હતી, ને ભય હતો રસ્તા ઉપર,
બાપુના હાથે પકડ્યો, બીક ભાગી સ્પર્શમાં.
રાજવી કુંવર હતો સિદ્ધાર્થ, ને બાળક હતો,
હંસ ઘાયલને ઉગાર્યો, એક ત્યાગી સ્પર્શમાં.
ફૂલને અડતાં ભમરને, ઊડતો આવ્યો ‘પરાગ’,
ને વસંતી વાંસળી પણ ત્યાં જ વાગી સ્પર્શમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્પર્શ #મા #પિતા #કરુણા #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfTouch #Mother #Father #Compassion #ParagRatanpara