નકામું છે
નદી પાછી નહીં વળશે, હવે ફરવું નકામું છે,
તરસ રણની બુઝાવા ઝાંઝવાં ભરવું નકામું છે.
ભલે અંધાર ઊંડો હો, ભલે ઘનઘોર હો રાતો,
જલે જો એક દીવો તો, પછી ડરવું નકામું છે.
કહે શું લોક, એ ચિંતા કરીને જિંદગી વીતી,
પરાયા બોલથી રોજે જરા મરવું નકામું છે.
નજર સામે હતી ભૂખી, ગરીબી બારણે મારે,
ખુદાને થાળ સોનાનો, પછી ધરવું નકામું છે.
પરાગે એ ભ્રમરને પણ કહી દીધું મધુર એવું:
ન ડૂબ્યા પ્રેમમાં, તો શું? ઉપર તરવું નકામું છે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનબોધ #હિંમત #માનવતા #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeWisdom #Courage #CompassionFirst #DeepLove #ParagRatanpara