← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આગિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાખ તારા આભમાં, પણ આગિયો ઓછો નથી,
સૂર્ય ઊગે, તોય ઘરનો કોડિયો ઓછો નથી;
જેટલું છે તેજ તારું, એ જ દે અંધારને,
રાહ ચીંધે રાતમાં, એ ભોળિયો ઓછો નથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅક્ષરેઆગલો લેખ →નકામું છે