શ્વાસોમાં
હતો જે મંદિરે શોધ્યો, જડે એ આજ શ્વાસોમાં,
અનાહતનો સતત વાગે, મજાનો સાજ શ્વાસોમાં.
ઘણાં મંદિર, ઘણી મસ્જિદ, ગયો કાશી, ગયો કાબા,
ફરી આવ્યો ઘરે ત્યારે, હતો તું રાજ શ્વાસોમાં.
નથી મૂરત, નથી પોથી, નથી ઘંટારવો ક્યાંયે,
છતાં ચાલે સતત પૂજા, વિના કો કાજ શ્વાસોમાં.
અહમનું પિંજરું તોડ્યું, ગગન આખું થયું મારું,
હવે ના કો શિકારી છે, નથી કો બાજ શ્વાસોમાં.
પરાગે ફૂલને પૂછ્યું, સુગંધે ક્યાં વસે છે તું?
હસીને ફૂલ બોલ્યું: છે, ખુદાનો તાજ શ્વાસોમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સૂફી #અધ્યાત્મ #શ્વાસ #ભીતરનોઈશ્વર #પરાગરતનપરા
#GujaratiGhazal #SufiPoetry #Spirituality #DivineWithin #Breath #ParagRatanpara