← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડ્રોઇંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાર માળના બંગલામાં
સવારે નવ વાગ્યે
પપ્પાની ગાડી ઑફિસ તરફ નીકળી,
સાડા નવે
મમ્મીની ગાડી ક્લબ તરફ.

ચાર વરસનો ચિંટુ
આયાના ખોળામાં
કાર્ટૂન જોતાં જોતાં
દૂધ પીતો રહ્યો.

સ્કૂલમાં ટીચરે કહ્યું:
‘તમારા પરિવારનું ચિત્ર દોરો.’

ચિંટુએ દોર્યું —
એક મોટું ઘર,
લીલો બગીચો,
બે ચમકતી ગાડીઓ,
અને મમ્મી-પપ્પાની જગ્યાએ
બે મોબાઇલ ફોન.

ટીચરે લાલ પેનથી લખ્યું:
‘ચિત્ર ખોટું છે.’

ચિંટુને ખબર નથી
કે એણે
આખા શહેરનું
સાચું ચિત્ર દોર્યું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશ્વાસોમાંઆગલો લેખ →ગરબે ઝબૂકે આભ