← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નથી બનતું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ગમતું, ઢળે ત્યાં કોઈ ઠેકાણું નથી બનતું,
ઉતાવળ કર ભલે, કેરી તણું ટાણું નથી બનતું.

ખરીદી લો તમે ઈંટો, ખરીદી લો તમે છત પણ,
નથી મા, તો કદી મીઠું ઘરે ભાણું નથી બનતું.

ભલે પિંજર સજાવો ને, ધરો દાણા ય મોતીના,
થયું કેદી, પછી એથી કદી ગાણું નથી બનતું.

ગણો તારા ભલે, ખેંચો ભલે આ રાતનો છેડો,
સમય પ્હેલાં કદી તોયે ઉષા-વાણું નથી બનતું.

પરાગે ફૂલને પૂછ્યું, ‘તમારી મ્હેક શું કિંમત?’
‘ખરીદે મ્હેક એવું તો કદી નાણું નથી બનતું.’

– પરાગ રતનપરા

#ગઝલ #ધીરજ #મા #સ્વતંત્રતા #જીવનસત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Patience #MothersTouch #Freedom #TimelessTruth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસમજી ગયોઆગલો લેખ →પીધા વગર