← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુંજે હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાદ માનો સાંજના આ ઉંબરે ગુંજે હજી,
ગામનો એ ઢોલ, નોબત પાદરે ગુંજે હજી.

એક મેના ક્યારની ઊડી ગગનમાં, તોય પણ
એક ટહુકો સાવ ખાલી પીંજરે ગુંજે હજી.

કેટલી વીતી સદી, પણ એ પ્રભાતી, એ જ તાલ
ઝાંઝ ને કરતાલ થઈને ડુંગરે ગુંજે હજી.

છીપલાં કાને ધરું, તો સાંભળું મોજાં ઘણાં,
હું વસું રણમાં, છતાં એ સાગરે ગુંજે હજી.

બાગ સૂનો થઈ ગયો, ને ફૂલ ખરતાં ગ્યાં ‘પરાગ’,
મ્હેકનું સંગીત મારા ભીતરે ગુંજે હજી.

– પરાગ રતનપરા

#ગઝલ #પડઘા #સ્મરણ #ગામ #નરસિંહમહેતા #પરાગરતનપરા
#GujaratiGhazal #EchoesOfPast #Nostalgia #VillageSounds #Prabhatiyu #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબાયોડેટાઆગલો લેખ →બાકી હતું