કુલ ૨૦૨૨ લેખ · પાનું ૩૫ / ૪૧
તીર્થ ફરિયો, દાન કીધાં, રામ મળ્યો કે નહીં? વાંસળી મેળે ખરીદી, શ્યામ મળ્યો કે નહીં?
રોજ થોડું રોજ મરતું બાળ મારી ભીતરે, ને ખરે છે પાન, સૂકી ડાળ મારી ભીતરે.
ઘંટ ગાજે, ભીડ ભારે, મંદિરે માણસ મળે? શોધ આખા વિશ્વમાં, પણ ભીતરે માણસ મળે.
હતી એકલી બસ ધજા ટોચ પર, મળી શોખથી એ સજા ટોચ પર.
હતું રણ બધે, ત્યાં બહારો ઉગાડો, અમાસે ગગનમાં સિતારો ઉગાડો.
આંખ ખુલ્લી, છત ભણી બસ એમ તાકી, નીંદ ક્યાં? બૅંકના હપતા હજી છે ચાર બાકી, નીંદ ક્યાં?
પ્રેમમાં જો દિલ જ તૂટે, તો ગઝલ સારી બને, હાથથી જો હાથ છૂટે, તો ગઝલ સારી બને.
મા હલાવે, ગીત ગાયે, પારણે કવિતા મળી, બાપુ ઊભા રાહ જોતા, આંગણે કવિતા મળી.
હું ભટકતો રોજ, આખી ભીડનો પડઘો બની, આંસુ થઈ આંખે ઝમું છું પીડનો પડઘો બની.
પારણે ઝૂલે, હસે, ને ગીત ગાતું આયખું, ધૂળમાં રમતું ખુશીથી, મેહ ન્હાતું આયખું.
તને શોધું, મને શોધું, જડી આંખો અરીસામાં, સમયની ધૂળમાં ઢંકાઈ હું ઝાંખો અરીસામાં.
રોજ દોડું, રોજ હાંફું, શોરમાં છું ને નથી, ઊંઘ ને જાગ્યા વચાળે, ભોરમાં છું ને નથી.
જાણતું સઘળું, છતાં એ દોડતું દીવા તરફ, પાંખ બળશે, તોય બંધન તોડતું દીવા તરફ.
નજરભર ઘર, ગલી, આંગણ, ઝરૂખો જોઈ છેલ્લી વાર, હતી મા યાદ, ને આંખો ઘડી બે રોઈ છેલ્લી વાર.
આપણી વચ્ચે જરા સરખી તરસ બાકી રહે, ચાંદ જેવું સ્હેજ છેટું, તો દરસ બાકી રહે.
હજી એ જ ગીતો ફરી ગણગણું છું, તમારા સ્મરણને ભરી ગણગણું છું.
ઉઘાડું આભ ના જોયું, છતાં રટતું રહે પંખી, સળીયા પાછળે આકાશને ઘડતું રહે પંખી.
આ ગુલમ્હોર જો ખાળતો તાપમાં, સૂર્યને રંગમાં ઢાળતો તાપમાં.
સોનું ન દે, ચાંદી ન દે, થોડી દિશા દેજે મને, ઘાવો ભલે આપે, રુઝાવાની દવા દેજે મને.
આંખે પટા, તાળાં મુખે, મૂંગી સભા આજે ય છે, લાક્ષાગૃહે બળતી રહે, છાની વ્યથા આજે ય છે.
આંગણે, ઓસરીએ ઝરે ચાંદની, તોય તારા વિના શું કરે ચાંદની?
કેટલા દરિયા તરીને જાત ભૂલ્યા પ્રેમમાં, શૂળ પર પણ સેજ જાણી કોણ ઝૂલ્યા પ્રેમમાં?
ખાટે પડી, બારી ખુલી, સૌ જોઈએ આરામથી, દુનિયા ભલે દોડ્યા કરે, શું ખોઈએ આરામથી?
ભવ્ય મંચે જે થયાં, એ દાન પણ નકલી હતાં, હાર-તોરા, શાલ ને સન્માન પણ નકલી હતાં.
સાવ સામે છે છતાં, એ દીકરો ના ઓળખે, જે ઘસી નાખ્યો પગે, એ ઉંબરો ના ઓળખે.
મંદિરે જો, આરતીમાં ભક્તિનાં મ્હોરાં બધાં, યુદ્ધ વેચે, ને પહેરે શાંતિનાં મ્હોરાં બધાં.
રોજ સાંજે કોઈ જાણે આંગણે પગલાં પડે, દ્વાર ખોલું, કોઈ ના, ને બારણે પગલાં પડે.
બધા ટોળે ગયા સાથે, અમે ચાલ્યા જુદા રસ્તે, ભલે કાંટા, ભલે તડકો, અમે મ્હાલ્યા જુદા રસ્તે.
સાંજની વાતના ઓટલા ક્યાં ગયા? ચાંદની રાતના ખાટલા ક્યાં ગયા?
ચાર રસ્તે રાતભર બસ ઢોલ ગાજે, મોરિયા, કાનના પડદા ફટે ને ભક્તિ લાજે, મોરિયા.
હથેળી હતી સાવ નાની, મહેંદી ભરી આજ એણે સુહાની મહેંદી.
બીમાર છું તો ‘કેમ છો? લીધી દવા?’ પૂછે બધા, ‘બારી ઉઘાડું? આવશે તાજી હવા?’ પૂછે બધા.
શબ્દો ખરે, ખૂટે કલમ, તોયે કહું તારા વિશે, હું મૌનમાં બોલ્યા કરું, મૂંગો રહું તારા વિશે.
હતી જ્યાં ભીડ, ત્યાં સૂનું, હવે તાળું ધડાકા બાદ, હતું ભૂરું ગગન તે થઈ ગયું કાળું ધડાકા બાદ.
હતી પત્ની પિયર, ને મેં સમય ખોયો રસોડામાં, બળી ગઈ રોટલી, ને હું ઘણું રોયો રસોડામાં.
દીવા બળે, તાળી પડે, ગરબે ફરે મા અંબિકા, પાવાગઢે, ઊંચે શિખર, અમરત ઝરે મા અંબિકા.
હાથ ઝાલી લઈ ગયો, બા, દીકરો ઘરડાઘરે, ઘોડિયે જેને ઝુલાવ્યો, છોકરો ઘરડાઘરે.
નદી, ગામ, ઝૂલો, સમાયું છબીમાં, હતું બાળપણ જે, છુપાયું છબીમાં.
કાલ લગ પિંજરે ઊડતી દીકરી, આજ જો અંબરે ઊડતી દીકરી.
આભ વરસે ધોધ થઈને, છે ઉનાળો મન મહીં, ચૈતરે પણ થરથરાવે, એ શિયાળો મન મહીં.
ઘડી આવે મરણ થઈને કદી દ્વારે, ખબર ક્યાં છે? તરીને જઈ પહોંચું ક્યાંક કો' આરે, ખબર ક્યાં છે?
ચલો, પીળા પડેલા એ લખેલી વાત વાંચીએ, ફરી એ ચાંદની ભીની, અધૂરી રાત વાંચીએ.
દ્વારો બધાં વાસ્યાં ભલે, આવે હવા, બારી ખુલે, અંધાર ઘેર્યો ઓરડે, ત્યાં તો ઉષા, બારી ખુલે.
ઓસરીમાં દીવડો લઈ, સાંજરે તું આવશે, ગાય વાળી, ધૂળ ઊડે, પાદરે તું આવશે.
અંગ્રેજ તો ચાલ્યા ગયા, પણ રાજ છે, સાચું કહું? ટોપી ધવલ, ખાદી ધવલ, પણ તાજ છે, સાચું કહું?
બધાં ઘર ઉજાડે, ઉતારો અહમ, સમજતો નથી કૈં ઇશારો અહમ.
હાથ ધ્રૂજે, હવે ઝાલજે, રામજી, ચાલ ધીમી, જરા હાલજે, રામજી.
આંખના મૌનમાં વાદળો છે તળે, હોઠના હાસ્યમાં ઝાકળો છે તળે.
તને રોજ થોડું સતાવું, ગમે છે, પછી પ્રેમથી હું મનાવું, ગમે છે.
માછલી છું ભલે, જાળથી બ્હાર છું, હું નદી, તોય પણ પાળથી બ્હાર છું.